રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાઇ જશે, બન્ને ગત ૬ વર્ષથી એકબીજાની સાથે રિલેશનમાં છે. તેમના સંબંધમાં કોઇની સૌથી મોટી ભૂમિકા છે તો તે છે સંજય લીલા ભંસાલી. બન્નેએ ભંસાલીની ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. પણ શુ તમે જાણો છો કે ભંસાલી આ કપલ અંગે શુ વિચારે છે.
એક ઇન્ટરવ્યુંમાં ભંસાલીએ કહ્યું હતું કે મને રણવીરથી ખૂબ લગાવ છે. કમાલનો અભિનેતા છે. મારા કામને ખૂબ પ્રેમ કરે છે. તે સ્પેશ્યિલ છે. હું તેના ટેલેન્ટને માન અને ફ્રીડમ આપું છું. મારી લાઇફમાં તેના કરવામાં આવેલા પ્લે રામ લીલા, અને બાજીરાવના પાત્ર ખૂબ ખાસ છે. રણવીરની સાથે મને એજ કેમેસ્ટ્રી દેખાય છે જે એક સમયમાં સલમાન અને એશ્વર્યાની સાથે મારી હતી.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની શુક્રવાર રાતે ઇટલી માટે રવાના થયાની ખબર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલ તેમના લગ્નના રિતી-રિવાજ માટે ઇટલી રવાના થયા છે. આ બન્ને એરપોર્ટ પર સફેદ કપડામાં જોવા મળ્યા હતા. રણવીર પોતે તેની સુંદર સફેદ કારને ડ્રાઇવ કરીને એરપોર્ટ પર પહોંચ્યો હતો. તે ખૂબ ખુશ લાગી રહ્યો હતો. ફેન્સ અને ફોટોગ્રાફર્સે રણવીરની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી. તો બોડીગાડ્ર્સ આવવા પર રણવીર તેની ગાડીમાંથી બહાર નીકળ્યો હતો.