વરીયા પ્રજાપતિ સમાજના ઉપક્રમે સે.-ર૮માં ભવ્ય શિવકથાનું આયોજન

1573

ગાંધીનગરના સેકટર – ર૮ ખાતે આવેલી વરીયા પ્રજાપતિ સમાજની વાડીએ આગામી તા. ૧રમી નવેમ્બરને સોમવારથી ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગરની સમક્ષ જનતાને શિવકથાનો લાભ લેવા માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

આ અંગેની માહિતી આપતા વરીયા પ્રજાપતિ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ કથા ર૦ નવેમ્બર સુધી ચાલશે અને રોજ સવારે ૯.૦૦ થી બપોરે ૧૩.૦૦ કલાક સુધી ગીરીબાપુ શિવકથાનું રસપાન કરાવશે. વરીયા પ્રજાપતિ સમાજ આમ તો સૌરાષ્ટ્રના ર૪ ગામોમાં વહેંચાયેલો છે. પરંતુ ધંધો-રોજગાર માટે શહેરોમાં તેમજ સમગ્ર ગુજરાતમાં સમાજના લોકો ગયેલા છે. તેથી સમાપન વખતે તમામ ચોવીસે ગામના લોકોને આમંત્રણ આપી એક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદી જુદી સંતવાણી, ડાયરો, ભજનો જેવા કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે અને ચોવીસી સમાજની પ્રગતી અંગે ચિંતા અને ચિંતન છેલ્લા દિવસે કરવામાં આવશે તેવું આગેવાનો દ્વારા વધુમાં જણાવાયું હતું.

Previous articleશહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર ભક્તોનું ઘોડાપુર : અન્નકુટ ભરાયા
Next articleઉત્તર ગુજરાતમાં એરંડાનો પાક ૪૦ ટકા ઓછો થાય તેવી ભીતી