પહેલા વિશ્વ યુદ્ધની સમાપ્તીનાં ૧૦૦ વર્ષ પુર્ણ થવા અંગે પેરિસનાં ઐતિહાસિક આર્ક દે ત્રાયોફમાં રવિવારે આયોજીત કાર્યક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વનાં ઘણા નેતાનો સમાવેશ થાય છે. આ દરમિયાન જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો આવી રહ્યો હતો તો એક ટોપલેસ પ્રદર્શનકર્તાઓએ સુરક્ષા ઘેરો તોડીને ટ્રમ્પની નજીક જવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા કર્મચારીઓએ તુરંત જ તે પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવ્યા. આ મહિલા પ્રદર્શનકર્તાઓએ પોતાનાં શરીર પર ફેક અને પીસ શબ્દ છપાવેલા હતા.
આ કાર્યક્રમમાં ફ્રાંસીસી રાષ્ટ્રપતિ એમનુઅલ મેક્રો, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અનેક ડઝન વિશ્વ નેતા પ્રથમ વિશ્વયુદ્ધવિરામ દિવસ શતાબ્દિ કાર્યક્રમમમાં હાજર રહ્યા.
આર્ક દે ત્રાંયોફ યુદ્ધ સ્મારકનાં તળ પર આયોજીત કાર્યક્રમથી ૧૯૧૪થી ૧૯૧૮ સુધી ચાર વર્ષ સુધી ચાલેલા પ્રથમ વિશ્વ યુદ્ધ ખતમ થવાની ૧૦૦મી જયંતી કાર્યક્રમનું સમાપન થઇ ગયું. આ યુદ્ધમાં ૧.૮૦ કરોડ ભારતીય સૈનિકો હતા.