સુસ્ટીના સર્જનથી બારોટ સમાજમાં પ્રથમ સાક્ષરતા હોય અને તેનું પ્રથમ ચરણ સુસ્ટીના સર્જનથી આજ સુધી માત્રને માત્ર વહીવંચા બારોટ સમાજ હીન્દુ સંસ્કૃતિના રખેવાળ હોય અને તેનો પરંપરાગત વારસો જાળવી રાખતા હાલના વહીવંચા બારોટ જેની ઉત્તરોત્તર ભારતિય સંસ્કૃતિને ટકાવી રાખવા અને લુપ્ત થતી હીન્દુ સંસ્કૃતિ માટે જડપીયુગમાં માત્ર બારોટ સમાજ જ અડીખમ ઉભો થયો છે અને જેટલુ મહત્વ શ્રીમદ બાગવતનું છે તેટલુ જ મહત્વ વહીવચં બારોટ સમાજની વહગી પોથીનું અને જે પોતાના યજમાનો પોતાના પુર્વજોની વહી પોથી બારોટ સમાજ પાસે શ્રધ્ધા પૂર્વક આર્તનાદ કરે તો ગમે તેવા કામ આ પોેથી દ્વારા થાય છે આ અતિરેક નથી ૬૦, ૬૦ વર્ષની ઉમરે પહોચી ગયેલની સંતાન યજમાનોને ઘરે પારણા ંબધાવ્યાના અનેક દાખલાઓ છે તે પોથી વહીનું પરંપરા ગત દરેક જીલ્લા તાલુકાના બારોટ સમાજ દ્વારા નિયમ પ્રમાણે એટલે કે બેસતા વર્ષની સવારે સુર્યનારાયણ ભગવાનની પહેલી કીરણથી શરૂ થઈ વિધીવત પોથી પૂજન સામુહિક અથવા તો કોઈ ગામોમાં ૨ ૫ ઘર હોય તો પણ કુટુંબ સાથે મળી પ્રથમ ધુપ, દિપ, પોથીનું યશગાન માતાજીની સ્તુતિ કરી પોતાના યજમાનોના પૂર્વજોની મહાઆરતી થાય છે. હીન્દુઓના તમામ વર્ણમાં ચોપડા પૂજન તો થાય છે કોઈ ધનતેરસ કોઈ દિવાળીના દીવસે ચોપડા પૂજન કરે છે અને રાજા રજવાડા રાજપુતો કાઠી દિવાળીના દીવસે ચોપડા પૂજન કરે છે અને રાજા રજવાડા રાજપુતો કાઠી ક્ષત્રિયોના રાજ હતા ત્યારે કામદાર દ્વારા હીસાબ કીતાબ રખાતા અને વેપારીઓ પણ ચોપડાપૂજન કરે છે નોંધનીય બાબત એ છે કે દરેક ચોપડા પૂજન પોતાના માટે અંગત સ્વાર્થ ખાતર કરે છે ત્યારે વહીવંચા બારોટ સમાજ જ એક એવો છે જેમા પોતાનું નહી પણ પોતાના યજમાનોનું જ શ્રેય ઈચ્છી ચોપડા પૂજન કરે છે જેમાં આ વર્ષે વંશ લેખકો વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના વહીવટં બારોટ રાજુલા અમરૂભાઈ બારોટ આપાભાઈ બારોટ, તેમજ સાવરકુંડલા બારોટ સમાજ, જુનાગઢ સુત પુરાણી વહીવંચા બારોટ સમાજથી લઈ સમગ્ર ગુજરાતભરના વહીવંચા બારોટ સમાજ વિધીવત પોથી પૂંજન વંશ લેખકો દ્વારા કરાયુ.