ભવાની માતાના મંદિર માટે જમીન ખર્ચ આપવાની વજુભાઈની જાહેરાત

949

ગઢડાના અડતાલા ગામે કારડીયા ક્ષત્રિય રાજપૂત સમાજનો સ્નેહ મિલન અને તેજસ્વી તરલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા અને માજી મંત્રી લક્ષ્મણ સિંહ પરમાર રહ્યા હાજર. મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો રહ્યા હાજર. વજુભાઈ વાળા દ્વારા આગામી દિવસોમાં માં ભવાનીના મંદિર માટે ૫૦ એકર જમીન સાથે તમામ ખર્ચ આપવની જાહેરાત કરી હતી.

બોટાદ જિલાના ગઢડા તાલુકાના અડતાલા ગામે આજે કારડીયા ક્ષત્રીય  રાજપૂત સમાજનો સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા, માજી મંત્રી લક્ષ્મણ સિંહ પરમાર સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. વજુભાઇ વાળાનું  બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવેલ. તેમજ રાજ્યપાલ  આવતા રાષ્ટ્‌ગીત વગાડવામાં આવેલ ત્યાર બાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ.જ્યાં સમાજ ના આગેવાનો દ્વારા રાજ્યપાલ નું મોમેન્ટ અને શાલ અને ફુલહાર પહેરાવી સન્માન કરેલ.તેમજ રાજ્યપાલ ના હસ્તે સમાજના યુવાનો જે વિવિધ વિભાગોમાં સરકારી નોકરીમાં નિમણૂક થયા હોય તેવા યુવાનોને મોમનેટ આપી સન્માનિત કર્યા હતા. વજુભાઇ વાળા દ્વારા સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તેવી વાત તેમજ આગામી દિવસોમાં માં ભવાનીનું મંદિર બનાવવામાં આવશે અને તે મંદિર ૫૦ એકરમાં બનાવવામાં આવે અને તેનો તમામ ખર્ચ હું આપીશ તેવું રાજ્યપાલ વજુભાઇ વાળા દ્વારા જણાવ્યું હતું.

Previous articleસાળંગપુર હનુમાનજી મંદિર અને સ્વામીનારાયણ મંદિરે ભારે ભીડ
Next articleકારીયાણી ગામે નૂતન વર્ષે ગાયો, અશ્વો દોડાવવાની સ્પર્ધા યોજાઈ