ગત તા.૨ નવેમ્બરનાં રોજ ઉનાની પી.શૈલેષ આંગડીયા પેઢીના કર્મચારી વિષ્ણુભાઈ પટેલ રહે ઉનાવાળા પોતાની પેઢીમાંથી રોકડા રૂા.૧૦,૪૭,૯૨૦ તથા હીરાના પાર્સલ લઈને નિકળેલ જે નાગેશ્રી પો.સ્ટે.નજીક નેશનલ હાઈ-વે ઉપર ગાંગડા ટીંબી વચ્ચે પહોચતા અજાણ્યા શખ્સોએ મારમારી આંગડીયા કર્મી. પાસેથી લૂંટ ચલાવેલ જેની ફરિયાદ નોંધાવતા એસ.પી. નિર્લિપ્ત રાયથી સુચનાથી તપાસ હાથ ધરાયેલ જે અંગે પોલીસે ગણતરીની કલાકોમાં ચાર શખ્સોને લૂંટની રોકડ તથા હીરા મળી ૧૦.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામનો માસ્ટર માઈન્ડ રામજી સાંખટે સુરતમા ઉનાની આંગડીયા લૂંટનો પ્લાન બનાવેલ તે અન્વયે બનાવના દિવસે આરોપી ગોપાલ તથા સંજય અને હર્ષદ સુરતથી આવેલ હતા. રાજ રાજેશ્વરી હોટલ પાસે મોઢે રૂમાલ બાંધી આંગડીયા પેઢીના કર્મચારીને બાઈક પરથી પછાડી દઈને ધોકા પાવડાથી મારમારી લૂંટ ચલાવેલ અને થેલો પ્રતાપને આપી દીધેલ પ્રતાપે માસ્ટરમાઈન્ડ રામજીને આપી દીધેલ હોવાનું ખુલેલ આમ પોલીસે રામજી ભૂપતભાઈ સાંખટ ઉ.વ.૨૩ રહે વડલી, પ્રતાપ ભૂપતભાઈ સાંખટ ઉ.વ.૨૪, સંજયગીરી ભુપતગીરી ગોસ્વામી ઉ.વ.૨૭, ગોપાલ ઉર્ફે ગોપી છગનભાઈ ભાલીયાને ઝડપી લઈ જેલ હવાલે કર્યા હતા.