કપોળ જ્ઞાતિનો સ્નેહમિલન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

917

શુક્રવારે ભાઈબીજનાં રોજ ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિ તથા દેલવાડીયા કપોળ જ્ઞાતિનો નવા વર્ષનો સ્નેહમિલન સમારંભ તથા વિદ્યાર્થીઓ માટે ઈનામ વિતરણ કાર્યક્રમ ભાવનગર ઘોઘારી કપોળ જ્ઞાતિની વાડીએ યોજવામાં આવેલ.

કાર્યક્રમની શરૂઆત સૌ જ્ઞાતિજનોએ યમુનાષ્ટક બોલીને કરી હતી. ત્યારબાદ મહેમાનોનું ફુલગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ ઘોઘારી કપોળ જ્ઞાતિના પ્રમુખ દેવેનભાઈ શેઠએ પોતાના વકતવ્યમાં સર્વે જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે મારા ૬ વર્ષના પ્રમુખપદ  દરમિયાન જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે મારા ૬ વર્ષના પ્રમુખપદ દરમિયાન જ્ઞાતિજનોએ મને અને મારી ટીમને જે સહકાર આપ્યો છે તથા અમારા પર જે વિશ્વાસ મુક્યો છે. તેના માટે હું સર્વે જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરૂ છું. તેમણે જણાવ્યું હતું કે આ ૬ વર્ષ દરમિયાન જ્ઞાતિની જગ્યાનું સંપૂર્ણ રીનોવેશન કરી એરકન્ડીશનની સુવિધા ઉભી કરાવી સંપૂર્ણ સગવડતાથી સજ્જ કરવામાં આવી છે. આ માટે અંદાજે ૩૦ લાખથી વધુ રકમનું ડોનેશન પ્રાપ્ત થયુ છે. ત્યારબાદ આજના સમારંભના મુખ્ય અતિથિ પ્રફુલાબેન દેસાઈનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે મુંબઈ બોરીવલી કપોળ જ્ઞાતિ પ્રમુખ ધીરૂભાઈ મહેતો દેવેનભાઈ શેઠને તેમણે ભાવનગરમાં પર્યાવરણ ક્ષેત્રે મેળવેલ અનન્ય સિધ્ધી બદલ તથા વજ્રા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા બદલ વિશિષ્ટ સન્માન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં કપોળ જ્ઞાતિમાંથી અલકાબેન મહેતા તથા કપોળ મહિલા મંડળના મંત્રી મીનાબેન મહેતાએ મેળવેલ વિશિષ્ટ સિધ્ધી માટે તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. ૧ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ તથા કોલેજના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓમાં ૧ થી ૩ ક્રમાકે આવેલ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ દેવેનભાઈ શેઠ, મંત્રી સુનીલભાઈ મુની, દેલવાડીયા કપોળ જ્ઞાતિના મંત્રી કપોળ યંગ ગ્રૃપના પ્રમુખ આશ્ચર્યભાઈ સંઘવીએ તેમના વકતવ્યો આપ્યા હતા. મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જયંતભાઈ સંઘવી, રાજુભાઈ શેઠ રાજુભાઈ સંઘવી, તથા અમીતભાઈ શેઠએ કરેલ.

Previous articleટીંબી આંગડીયા લૂંટના આરોપીઓ જેલ હવાલે
Next articleગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તળાજામાં રકતદાન કેમ્પ