ભાવનગર એલ.સી.બી.નાં સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન,બોરડીગેટ પાસે આવતાં પો.કો. ચંદ્દસિંહ વાળાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,બોરડીગેટ,મહાત્મા ગાંધી સોસાયટીમાં તુલશીભાઇ અમરા ભાઇ વાઘેલાની કેબીન તથા સેન્ટીંગ નાં પડેલ લાકડાની વચ્ચે આવેલ જાહેર જગ્યામાં અમુક ઇસમો ે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે. બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતાં સંજયભાઇ મગનભાઇ વાઘેલા ઉ.વ.૩૪, કાંતિભાઇ પ્રેમજીભાઇ ગોહેલ ઉ.વ.૨૮, વિનોદભાઇ છગનભાઇ વાઘેલા ઉ.વ.૪૦ , મુકેશભાઇ નારણભાઇ રાઠોડ ઉ.વ.૩૬ , હરેશભાઇ જીવાભાઇ મકવાણા ઉ.વ.૨૬ , સંજયભાઇ લઘરભાઇ વાઘેલા ઉ.વ.૨૪ ર, નરેશભાઇ તુલશીભાઇ વાઘેલા ઉ.વ.૩૫ , જયેશભાઇ નાનજીભાઇ રાઠોડ ઉ.વ.૪૦ને ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૧૮,૬૯૦/- તથા અલગ- અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૭,૦૦૦/- મળી કુલ રૂ.૨૫,૬૯૦/- નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તમામ મુદ્દામાલ કબ્જે કરી તેઓ તમામ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.