શહિદ વિર દેવાભાઈનું સ્મારક  આવનારી પેઢીને પ્રેરણા આપશે

1579

પ્રાકૃતિક ધામ વાણીયાવીડી ઠાકરધામ ખાતે ત્રિદિવસીય રાષ્ટ્ર કક્ષા યજ્ઞના બીજા દિવસે ગામ કરમદીયા, તા. મહુવા, જી. ભાવનગર ખાતે ગામના શહિદ વીર દેવાભાઈ પરમારના સ્મૃતિ સ્મારકનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. હજારો લોકોની જનમેદની, પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર, પોલીસ બેન્ડ, નિવૃત્ત હને હાલમાં સેવામાં રહેલ જવાનો, શહિદ પરિવારની ઉપસ્થિતિ વચ્ચે શહીદ સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે દેવાભાઈ તુમ અમર રહોના નારાથી ગગન ગાજી ઉઠયું હતું.

વાણિયાવિડીથી યોજવામાં આવેલ વિરયાત્રામાં શહિદ દેવાભાઈ પરમારનું સ્ટેચ્યુ ધામધૂમપૂર્વક લાવવામાં આવેલ હતું. પોલીસ બેન્ડ, ધોડેસવાર પોલીસના સામાન્ય સાથે યોજવામાં આવેલ આ વીરયાત્રામાં હજારો લોકો સાથે બળદગાડા અને ઘોડા લઈને લોકો જોડાયા હતાં.

કરમદિયા ગામે આયોજિત કાર્યક્રમમાં શહિદના પરિવારનું સન્માન  જીલ્લાના નિવૃત્ત આર્મી જવાનો તથા હાલમાં આર્મીમાં ફરજ બજાવતા જવાનોનું સન્માન સાથે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે, શહિદોની સ્મૃીત ચિરકાલીન અને તથા આવનારી પેઢીઓને બલિદાન ભાવનાની પ્રેરણા મળતી રહે તે માટે આ શહિદ સ્મારકનું નિર્માણ કરવામાં આવેલ છે. આ માટીને દેવાભાઈએ આખા દેશમાં સન્માન અપાવ્યું છે. આ શહિદ સ્મારક બનાવવાનો અન્ય એક મહત્વનો ઉદ્દેશ્ય છે કે અન્ય ગામોમાં પણ કોઈ સૈનિક શહીદ થયેલ હોઈ તો તેનું પણ આ રીતે સ્મારક બને તેવી ભાવના જનમાનસમાં કેળવાય.

આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયા,ળ મેયર મનહરભાઈ મોરી, બગદાણાના મનજીભાઈ પટેલ, બાવળીયારીના રામબાપુ સહિત આગેવાનો તથા હજારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleજાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લેતી LCB
Next articleનુતન વર્ષ સ્નેહમિલનમાં શુભેચ્છાઓની કરાઈ આપ લે…