અમેરિકાની પહેલી હિંદુ સાંસદ તુલસી ગબાર્ડ ૨૦૨૦માં લડી શકે છે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી

984

ભારતવંશી અમેરિકાની સાંસદ તુલસી ગબાર્ડ ૨૦૨૦માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવાની યોજના બનાવી રહી છે. તેમના નજીકનાં સૂત્રોના અહેવાલથી આ દાવો કરાયો છે. તુલસી ૨૦૧૩થી અમેરિકાના હવાઈ રાજ્યથી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ડેમોક્રેટ સાંસદ છે. તેઓ અમેરિકી સંસદમાં જગ્યા બનાવનારી પહેલી હિંદુ પણ છે. લોસ એનજલ્સમાં શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના અમેરિકી ડોકટર સંપત શિવાંગીએ તુલસીનો પરિચય જણાવતાં તેઓને ૨૦૨૦માં રાષ્ટ્રપતિ પદના દાવેદાર ગણાવ્યાં. આ અંગે દર્શકોએ ઘણાં સમય સુધી તાળીઓ વગાડી. જો કે તુલસીએ પોતે રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

Previous articleઅયોધ્યા કેસ : વહેલી સુનાવણી કરવાની માંગણી સુપ્રીમે ફગાવી
Next articleCBI ખેંચતાણ : સુપ્રીમમાં સીવીસીનો અહેવાલ સુપ્રત