વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી પહોંચ્યા છે. તેઓ કાશીને ૨૪૧૩ કરોડ રૂપિયાની યોજનાઓની સોગાદ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી રિંગ રોડના ત્રિભેટે આયોજીત થયેલા કાર્યક્રમમાં ગંગા નદી પર બનેલા પહેલા મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથે તેઓ એક જાહેર સભા પણ સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પહેલા વોટર-વેનું ઉદ્ઘાટન કર્યું છે. ગંગા નદી પર બનેલા હેલિપેડ પર પીએમ મોદીના હેલિકોપ્ટરે ઉતારાણ ક્રયું હતું. દેશનો પહેલો નેશનલ વોટર વે વારાણસીથી હલ્દિયા વચ્ચે શરૂ કરવામાં આવ્યો છે.
આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮૧૨.૫૯ કરોડ રૂપિયાના રાષ્ટ્રીય રાજમાર્ગ-૫૬ના બાબતપુરથી વારાણસી સુધી ચાર લેનના વિસ્તરણીકરણ, ૭૫૯.૩૬ કરોડ રૂપિયાનો વારાણસી રિંગ રોડ ફેજ-વન, ૨૦૮ કરોડ રૂપિયાનું આઈડબલ્યૂટી મલ્ટી મોડલ ટર્મિનલ, ૧૮૬.૪૮ કરોડ રૂપિયાનો સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહીતની વિવિધ યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આ સિવાય મોદી ઈન્ટરસેપ્શન ડાઈવર્ઝન ઓફ ડ્રેન એન્ડ ટ્રીટમેન્ટ વર્ક એટ રામનગર-વારાણસી, કિલા કટરિયા માર્ગ પર આઈઆરક્યૂપીનું કામ, પૂર્વ રાષ્ટ્રીય માર્ગ ક્રમાંક-સાત વાયા રામનગર માર્ગ પર આઈઆરક્યૂપીનું કાર્ય, લહરતારા-કાશી હિંદુ યુનિવર્સિટી માર્ગ પર ફૂટપાથનું નિર્માણ, વારાણસીમાં હેલિપોર્ટનું નિર્માણ, ડ્રાઈવર પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના જેવી યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યું.
વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆતમાં જ લોકોને છઠ્ઠ પૂજાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ કહ્યું કે દિવાળીના તહેવારો પછી ફરી એકવખત કાશીવાસીઓને મળવાનો અવસર મળ્યો, આ વખતે દિવાળીના દિવસે મને બાબા કેદારનાથના દર્શન કરવાનો મોકો મળ્યો હતો. વારાણસીમાં જે કાર્ય દશકાઓ પહેલાં થવા જોઈતા હતા તે હવે થઈ રહ્યાં છે.
વડાપ્રધાને કહ્યું કે વારાસણીની પવિત્ર ભૂમિથી દરેક લોકોને આધ્યાત્મિક જોડાણ તો છે જ હવે જળ, થલ અને નભથી વારાણસી જોડાય ગયું છે. આજે મલ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન મેં કર્યું, દશકાઓ પૂર્વેના લોકોનું સપનું હવે પૂરું થયું.
અનેક પ્રોજેક્ટ પૂરાં થવા બદલ કાશીવાસીઓને હ્રદયથી અભિનંદન આપુ છું. ૪ વર્ષ પહેલાં મેં જ્યારે બનારસથી હલ્દિયાને જોડવાની વાત કરી હતી તો લોકોએ તેનો મજાક બનાવ્યો હતો, પરંતુ હવે અહીં કંટેનરથી ભરેલાં જહાજે બધાંને જવાબ આપી દીધાં છે.
હું નવયુવાનને આટલો પ્રેમ આપવા માટે આભારી છું. હું બદલાવને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું. બનારસમાં ટૂંક સમયમાં જ રોરો સેવા શરૂ થશે. લોકો અને ગાડીઓ સહેલાયથી જળમાર્ગથી બીજા શહેર જઈ શકશે. દેશની અંદર પહેલાં મોટાં મોટાં જહાજો ચાલતા હતા પરંતુ આઝાદી પછી તેની ઉપેક્ષા કરવામાં આવી. દેશનું નુકસાન કરવામાં આવ્યું.
આપણી નદીઓ સાથે પહેલાંની સરાકરે અન્યાય કર્યાં, હવે દેશમાં ૧૦૦થી વધુ જળમાર્ગ પર કામ થઈ રહ્યું છે. વારાણસી-હલ્દિયા જળમાર્ગથી માત્ર યુપી જ નહીં બિહાર, ઝારખંડ અને બંગાળના લોકોને પણ ફાયદો થશે.