શહેરના અધેવાડા ગામે વે-બ્રીજ પાસે ઈંગ્લીશ દારૂનું કટીંગ અને હેરાફેરી ચાલતી હોવાની પૂર્વ બાતમી આધારે એલસીબી ટીમે રેડ કરતા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઈસમોને બે કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર હોય જેથી ભાવનગર શહેર-ગ્રામ્ય વિસતારમાં બહારથી પરપ્રાંત ઈંગ્લીશ દારૂની બદ્દીને સંપૂર્ણ રીતે નેસ્તનાબુદ કરવા એસ.પી. માલે સુચના આપેલ. જે અનુસંધાને ભાવનગર એલસીબી સ્ટાફના પો.કો. ચંદ્રસિંહ વાળાને મળી આવેલ હકિકત આધારે પ્લોટ નં.૪૬, ઝાંઝરીયા હનુમાન મંદિર જવાના રોડ ઉપર વે-બ્રીજ પાસે, અધેવાડા ખાતે રેઈડ કરતા ઈંગ્લીશ દારૂની હેરફેર કરતા પ્રવિણ ઉર્ફે બાડો શામજીભાઈ રાઠોડ ઉ.વ.૪૧ રહે.ઉત્તર કૃષ્ણનગર, હરીજન વણકરવાસ, આનંદનગર રોડ, કલ્પેશ મનુભાઈ જાદવ ઉ.વ.ર૬ રહે.પ્લોટ નં.૧૪૮, બજરંગ બાલક સોસાયટી, ચિત્રા, ભાવનગરવાળા મળી આવેલ. તેઓના કબ્જામાંથી પરપ્રાંત ઈંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલ નંગ-૩૭૧ કિ.રૂા.૧,૧૧,૩૦૦, બોલેરો પીકઅપ વાહન નં.જીજે૪ડબલ્યુ ૭પ૩ કિ.રૂા.ર,પ૦,૦૦૦, મારૂતિ ફ્રન્ટી કાર નં.જીજેપપીપી ૭૯પ૮ કિ.રૂા.પ૦,૦૦૦ તથા મોબાઈલ-ર કિ.રૂા.ર,૦૦૦ મળી કુલ રૂા.૪,૬૩,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.
તેઓ બન્ને વિરૂધ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં ડી.એમ. મિશ્રા, પો.કોન્સ. તથા એન.જી. જાડેજા પો.સબ ઈન્સ. વી.જે. ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, ચંદ્રસિંહ વાળા, જીતેન્દ્રસિંહ ઝાલા, વિઠ્ઠલભાઈ બારૈયા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.