નોટબંધીના બે વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કોંગ્રેસના સતત હુમલાનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નોટબંધીના મુદ્દે વાત કરીને વિરોધ પક્ષની બોલતી બંધ કરી હતી. છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચેલા મોદીએ બિલાસપુરમાં રેલી કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ નોટબંધીને લઇને કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા હોબાળાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગાંધી પરિવારને નોટબંધીથી ઘણી તકલીફ થઇ રહી છે. મોદીએ નોટબંધીથી કોંગ્રેસને જોડતા કહ્યું હતું કે, જે માતા-પુત્ર રૂપિયાની હેરાફેરીમાં જામીન ઉપર ફરી રહ્યા છે તેઓ મોદીને પ્રમાણપત્ર આપવાની સ્થિતિમાં નથી. નોટબંધીના કારણે જ બનાવટી કંપનીઓ સકંજામાં આવી રહી છે. આજ કારણસર જામીન ઉપર ફરવાની ફરજ પડી રહી છે. મોદીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, લોકો તેમને પુછે છે કે, સરકારો પહેલા પણ હતી પરંતુ પહેલાની સરખામણીમાં આટલા ઝડપથી કામો હવે કેમ થઇ રહ્યા છે. એટલા રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે. કેટલાક લોકોને લાગે છે કે, મોદી રૂપિયા ક્યાંથી લાવે છે. આનો જવાબ એ છે કે, આ રૂપિયા સામાન્ય પ્રજાના જ છે. પહેલા આ રૂપિયા કોઇના બિસ્તરની નીચે છુપાયેલા હતા. કોઇ પાસે થેલાઓમાં ભરેલા હતા.
કોઇની અલમારીમાં ભરેલા હતા. નોટબંધીના કારણે આ તમામ નોટને બહાર નિકળવાની ફરજ પડી છે. તેમની સરકાર આ રૂપિયાને સામાન્ય લોકો માટે લગાવી રહી છે. આ દેશમાં શક્તિની કોઇ કમી દેખાતી નથી. સંકલ્પોની પણ કોઇ કમી નથી પરંતુ રૂપિયા કોઇને કોઇ જગ્યાએ જતા રહેતા હતા. કોંગ્રેસના એક વડાપ્રધાન, ત્રીજી પેઢીના વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહ્યું હતું