સુરત : ફરવા આવેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા, ચારનું રેસ્ક્યૂ, એક ગુમ

901

સુરતના સુંવાલી દરિયાકાંઠે ફરવા ગયેલા પાંચ લોકો ડૂબી જતાં અફરાતફરી મચી જવા પામી હતી. દિવાળીના તહેવાર નિમિત્તે એક પરિવારના છથી સાત સભ્યો સુંવાલી દરિયાકાંઠે ફરવા ગયા હતા, આ દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. રેસ્ક્યૂ ટીમ દ્વારા ચાર લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ એક યુવક ગુમ હોવાથી રેસ્ક્યૂ કામગીરી ચાલી રહી છે.

પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના વતની અને બમરોલી ડીંડોલીમાં રહેતા ત્રણ પરિવારના સભ્યો અને મિત્રો બે રિક્ષામાં સુંવાલી બિચ ખાતે ફરવા માટે ગયાં હતાં. આ દરમિયાન ત્રણ સભ્યો દરિયામાં ન્હાવા પડ્‌યા હતા. જો કે તેઓ ડૂબવા લાગ્યા હતા. ત્રણેયને ડૂબતા જોઇને પરિવારના અન્ય સભ્યો દરિયામાં કૂદ્યા હતા અને તેઓએ બચાવકામગીરી શરૂ કરી હતી.  જો કે બચાવવા ગયેલા અન્ય લોકો પણ ડૂબ્યા હતા. આ સમયે દરિયાકાંઠે હાજર લોકોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેજલ સુકલા અને સચીન મિશ્રા નામના બે લોકોને બચાવી લીધા હતા. ત્યારબાદ રેસ્ક્યૂ ટીમે અન્ય ચાર લોકોનું પણ રેસ્ક્યૂ કર્યું હતું. જો કે હજુ પણ ૧૭ વર્ષિય આકાશ ઓમ પ્રકાશ સુકલા નામનો યુવક ગુમ હોવાનું બહાર આવ્યું હતું.

ઓમ પ્રકાશ શુકલા(રહે નવાગામ ડીંડોલી) એમ્બ્રોઈડરીના કારીગર અને સચિન શ્યામધાર મિશ્રા, તેજલ જય પ્રકાશ શુકલા દરિયામાં ડૂબી રહ્યાં હતા ત્યારે તેમને બચાવવા માટે સ્થાનિકો અને મિત્રો દોડ્‌યાં હતાં. જેમાંથી બેને બચાવી લેવાયા હતાં. જ્યારે બીલયા નગરના રહેવાસી અને રિક્ષાચાલક પિતાના પુત્ર આકાશને પતો ન મળતાં ફાયરબ્રિગેડ તેને શોધી રહી છે.

Previous article૧૫૦ આદિવાસી યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવેશ્યા, વિરોધ પ્રદર્શન-નોકરીની માંગ
Next articleસાવજે ઘરમાં જમાવ્યો અડીંગો, ગ્રામજનોમાં મચી ભાગમભાગ