બંગાળમાં ગાજા વાવાઝોડાની ગુજરાતમાં થશે અસર

738

આમ જોવા જઈએ તો શિયાળાની શરુઆત થઈ છે અને મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો ચમકારો પણ અનુભવી શકાય છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વિધિવત રીતે શિયાળાની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો શરુ થઈ જશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. જો કે આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર થવાની શક્યતાઓ નથી.

રાજ્યમાં ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે, અને આ પવનો ઠંડી લઈને આવશે. તો આ સીવાય કચ્છમાં સુકા પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. બંગાળ નજીક ગાજા વાવાઝોડુ સક્રીય છે જો કે ગુજરાતમાં તેની અસર થશે નહી. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આ વર્ષે સૌથી વધારે ઠંડી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે. અત્યારે સીસ્ટમ એક્ટિવ થઈ રહી છે અને આગામી  ચાર દિવસમાં વિધિવત રીતે શિયાળો ગુજરાતના આંગણે આવી પહોંચશે.

Previous articleસાવજે ઘરમાં જમાવ્યો અડીંગો, ગ્રામજનોમાં મચી ભાગમભાગ
Next articleલાભ પાંચમે તમામ બજારો ફરીથી ધમધમ્યા