સુષ્મિતા સેને રિલેશનશીપ મામલે અંતે કરેલો ખુલાસો

1228

વિતેલા વર્ષોમાં કેટલીક મોટી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને આખરે પોતાના સંબંધોની કબુલાત કરી લીધી છે. હાલમાં જાહેરમાં પણ સુષ્મિતાએ પોતાના બોયફ્રેન્ડ સાથે ફોટો પડાવ્યા હતા. તે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા છે કે તે પોતાના કરતા ખુબ નાની વયના મોડલ રોમન શોલ સાથે ડેટિંગ કરી રહી છે. કેટલીક વખત ઇવેન્ટ્‌સમાં બંને સાથે નજરે પડી ચુક્યા છે. એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે આગામી વર્ષ સુધી બંને લગ્ન કરી શકે છે. આ મામલે સુષ્મિતાએ પણ ખુલાસો કર્યો છે. સુષ્મિતાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો અપલોડ કરીને કેટલીક વાતનો ખુલાસો કર્યો છે. તેના નવા ફોટોમાં તે એક જિમનાસ્ટિક રોપ પર નજરે પડી રહી છે. તેનુ કહેવુ છે કે હાલમાં લગ્ન કરવા જઇ રહી નથી પરંતુ રોમનની સાથે તેની લાઇફ ખુબ સારી છે. એમ કહેવામાં આવે છે કે સુષ્મિતા અને રોમન થોડાક મહિના પહેલા એક ફેશન શો દરમિયાન એકબીજાને પ્રથમ વખત મળ્યા હતા. હાલમાં સુષ્મિતાએ કેટલાક સોશિયલ મિડિયામાં પોસ્ટ કર્યા છે.

Previous articleલાભપાંચમથી મુખ્યમંત્રી રૂપાણીએ શરૂ કર્યું કામકાજ, પ્રથમ દિવસે કચ્છની સમીક્ષા કરી
Next articleઅજય દેવગણને બેસ્ટ ફોરેન એક્ટરનો એવોર્ડ