વેસ્ટ ઈન્ડિઝના ટી-૨૦ કેપ્ટન કાર્લોસ બ્રેથવેટે સ્વીકાર કર્યો કે, ૦-૩થી સૂપડા સાફ થવા શર્મજનક છે પરંતુ આ સાથે તેણે કહ્યું કે, સીમિત સંસાધનોની સાથે હાલમાં સંપન્ન સિરીઝમાં તેની ટીમે લડત આપી તે તેની ઓળખ રહી છે. ભારતે રવિવારે અહીં અંતિમ ટી-૨૦માં ગત વિશ્વ ચેમ્પિયન ટીમને ૬ વિકેટે હરાવીને ૩ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી હતી.
બ્રેથવેટે મેચ બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, મારો કહેવાનો અર્થ છે કે ૦-૩થી ખરાબ લાગે છે અને કેપ્ટનના રૂપમાં આ મારા માટે પણ શર્મજનક છે પરંતુ અમે જે પ્રદર્શન કર્યું અને ટક્કર આપી, તે જોતા કે અમારે સીમિત સંસાધનોમાં પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતા દેખાડવાની હતી. મને લાગે છે કે, આ સંક્ષિપ્ત સિરીઝ અમારા પ્રદર્શનની ઓળખ રહી.
પ્રથમ મેચમાં અમે મોટી ટક્કર આપી અને બોલિંગથી અમારી ક્ષમતા દેખાડી. કેપ્ટને કહ્યું, બીજી મેચમાં અમે અસફળ રહ્યાં અને ત્રીજી મેચમાં અમે શાનદાર બેટિંગ કરી પરંતુ મોટી ભાગીદારી અમને મેચ પર પકડથી દૂર લઈ ગઈ હતી. તેમ છતાં પણ અમે અંત સુધી ટક્કર આપી.