ચૂંટણી નજીક આવી ચૂકી છે પડઘમો વાગી ચુક્યા છે જાણે કહી શકાઈ કે બેનર યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ સમગ્ર રાજ્યમાં જ્યાં અને ત્યાં બેનરો લગાવી એક બીજા વિરોધ કરી રહયા છે ત્યારે સિહોર તાલુકામાં બોરડી ગામે સરકાર વિરોધ બેનરો લાગતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. બોરડી ગામે સરકાર વિરોધી બેનરો લાગ્યા છે જેમાં એક બાજુ રાજ્ય સરકાર મહિલાઓને પ્રોત્સાહન આપવાની વાત કરે છે અને બીજી તરફ બોરડી ગામની પંચાયત બોડી મહિલાઓની છે ત્યારે બોરડી ગામને અન્યાય કેમ..? જ્યારે બેનરમાં સરકાર વિરોધી બીજા અલગ અલગ અગિયાર મુદ્દાઓનો ઉલ્લેખ છે. મહત્વની બાબત એ પણ છે કે બેનરમાં ભાજપ વાળાઓએ ગામમાં પ્રવેશ કરવો નહીં..૧૪૪ ની કલમ લગાડવામાં આવી છે ગામમાં આવીને ખોટી રીતે ખલેલ પોહચાડવી નહિ અને બોરડી ગામની શાંતિને ડોહળવાનો પ્રયાસ કરવો નહીંના લખાણ સાથેના બેનરો લાગતા સ્થાનિક રાજકીય ખળભળાટ મચી જવા પામેલ છે.