ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ધવનનું ફોર્મમાં પરત ફરવું મહત્વપૂર્ણઃ રોહિત શર્મા

982

ભારતના કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શિખર ધવનનું ફોર્મમાં પરત ફરવું ખૂબ મહત્વનું છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી દરમિયાન સંઘર્ષ કરનાર ધવને રવિવારે અહીં ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં ૬૨ બોલમાં ૯૨ રન ફટકાર્યા અને જેની મદદથી ભારતીય ટીમે પ્રવાસી ટીમને ૬ વિકેટે હરાવીને ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી.

ધવન અને રિષભ પંત (૩૮ બોલમાં ૫૮ રન) ત્રીજી વિકેટ માટે ૧૩૦ રન જોડ્યા જેથી ભારત ૧૮૨ રનનો લક્ષ્ય હાસિલ કરવામાં સફળ રહ્યું હતું. રોહિતે મેચ બાદ કહ્યું, ટીમની નજર અને ખેલાડીઓ માટે તે મહત્વપૂર્ણ હતું કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા તે રન બનાવે. શિખર વિશેષ રીતે તે વનડે શ્રેણીમાં સારી બેટિંગ કરતો હતો પરંતુ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. મને ખુશી છે કે તે મેચમાં વિજય અપાવનાર ઈનિંગ રમ્યો અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા ફોર્મ પરત મેળવી શક્યો છે.

તેણે કહ્યું, રિષભ મેદાનમાં આવીને રન બનાવવા માટે ભૂખ્યો છે. આ તેની માટે શાનદાર તક હતી. અમે પહેલી ૬ ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. થોડો દબાવ પણ હતો. તે બંન્નેએ સારી બેટિંગ કરી અને ટીમને વિજય અપાવ્યો. ટીમ માટે મહત્વપૂર્ણ હતું કે, બંન્ને ખેલાડીઓ રન બનાવે. ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત બ્રિસબેનમાં ૨૧ નવેમ્બરથી ત્રણ મેચોની ટી-૨૦ શ્રેણી સાથે થશે.

Previous article૦-૩ની હાર શર્મજનક, પરંતુ અમે ભારતને મજબૂત ટક્કર આપીઃ બ્રેથવેટ
Next articleકોહલી જેવો ખેલાડી સદીમાં એક વાર અવતરે છે : નવજોત