હાલમાં જ સોશિયલ મીડિયા પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક પ્રશંસકને દેશ છોડવાની સલાહ આપી હતી. આ આ વિવાદ પર પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોધ સિંહ સિદ્ધૂએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
પંજાબના કેબિનેટ મંત્રી નવજોધ સિંહ સિદ્ધૂએ વિરાટ કોહલી દ્વારા પોતાના ફેનને એન્ટી નેશનલ કહેવા પર કહ્યું કે, વિરાટ કોહલી દેશની શાન છે, કોહલી જેવો ખેલાડી શતાબ્દીમાં એકવાર જન્મે છે. હું વિરાટ કોહલીનો પ્રશંસક છું. વિરાટ બનવા માટે તમારે તપસ્વી બનવું પડશે.
ભારતીય કેપ્ટનનું કહેવું હતું કે, જે લોકો અંગ્રેજ અને ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનોને પસંદ કરે છે. તેમને ભારતમાં રહેવું જોઇએ નહી. પોતાની નવી એપ પર ઉપલબ્ધ વીડિયોમાં ટ્વીટસ અને ઇન્સ્ટાગ્રામ સંદેશને વાંચવા દરમિયાન કોહલીને એક પ્રશંસકે લખ્યું, તેઓ એક ઓવરવેટેડ બેટ્સમેન છે, તેમની બેટિંગમાં તેને કંઇ ખાસ લગાતું નથી. હું ઇંગ્લીશ અને ઓસ્ટ્રેલિયાઇ બેટ્સમેનોને ભારતીય બેટ્સમેનોથી વધારે જોવા પંસદ કરૂ છું.
આ પર વિરાટ જવાબ આપે છે,’મને નથી લાગતું કે, તમારે ભારતમાં રહેવું જોઇએ, જાવ અને ક્યાંય બીજે રહો. મને કોઇ ફરક પડ્તો નથી કે, તમે મને પસંદ કરો છો કે નહી. મને નથી લાગતું કે, તમારે અમારા દેશમાં રહેવું જોઇએ અને બીજા લોકો માફક વિચારવું જોઇએ. તમે તમારી પ્રાથમિક્તાને નક્કી કરો.’