બગસરાઃ ૧૦ વર્ષનાં બાળક પર દીપડાનો હુમલો, બહાદુરીથી માતાએ જીવ બચાવ્યો

861

બગસરા પંથકનાં રફાળા ગામે ખેતરમાં રમતા એક બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાનો બાળક પર હુમલો જોઇને માતાએ ડર્યા વગર દીપડા સામે ઝંપલાવ્યું હતુ અને દીપડા સામે પડકાર કરીને તેને ભગાડ્‌યો હતો અને પોતાના વ્હાલસોયા દીકરાનો જીવ બચાવ્યો હતો.

રફાળા ગામે ખેતમજૂરી કરતા પરપ્રાંતિય પરિવારનાં ૧૦ વર્ષનાં દીકરા રાજેશ પર દીપડીએ હુમલો કર્યો હતો, પરંતુ માતાની બહાદૂરી આગ દીપડાએ ઝુકાવવુ પડ્‌યું હતુ અને બાળકનો જીવ બચ્યો હતો. દીપડાએ બાળકનાં માથા અને મોઢા પર નહોર માર્યા હતા જેથી ઇજાગ્રસ્ત બાળકને બગસરા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માતાની બાહદૂરીને કારણે દીકરાનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ લોકો આ માતાની ભરપુર પ્રશંસા કરી રહ્યા છે.

Previous articleટેકાના ભાવે મગફળી વેચવા ૨ હજાર ખેડૂતે કેન્દ્રમાં નોંધણી કરાવી
Next articleશંકરસિંહ હવે એનસીપીમાં બેકઠ કરી મહાગઠબંધનને ટેકો