ખેતરવાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા મજુર પરિવારોને નોંધણવદર ગામે સન્માન સાથે ભોજન કરાવાયું. અહિ રાત્રે લોકડાયરાની મોજ સૌએ માણી હતી.
માનવ પરિવાર સંસ્થા દ્વારા પ્રમુખ રાજેશભાઈ વધાસિયા અને ઉપપ્રમુખ રાજેશભાઈ કથિરિયાના માનવતાવાદી આયોજનથી અહીં રવિવાર તા. ૧૧ના સુંદર કાર્યક્રમ યોજાઈ ગયો. ખેતરવાડીમાં આજકાલ ખેડુતો પોતે વ્યવસાય અર્થે વતનથી દુર રહેલ હોઈ ખેતીયું કામ નસવાડી પંથકના મજુરી ભાગિયા તરીકે કરી રહેલ છે. તેઓને સન્માનવામાં આવ્યાં.
નોંધણવદર ગામે વિશાળ સમિયાણામાં આજુબાજુના તાલુકાના ૮૦૦ જેટલા ગામોમાં જાણ કરાઈ હતી. જેમાંથી મોટી સંખ્યામાં મજુરો જોડાયા હતાં. ખેતરવાડીમાં ભાગિયા તરીકે કામ કરી રહેલા આ મજુર પરિવારોનું સન્માન સાથે ભોજન કરાવાયું હતું. સંસ્થા દ્વારા પુરૂષોને કાપડ તથા સ્ત્રીઓને સાડી ભેટ આપવામાં આવી.
આ સંસ્થા દ્વારા મંદબુધ્ધિના પાગલ માટે સોનગઢ પાસે કેન્દ્ર દ્વારા સુંદર સેવા કાર્ય થઈ રહ્યું છે. તેઓને પણ આ કાર્યક્રમમાં રખાયા હતાં. અહીં સંસ્થાના મુકેશભાઈ શંકર, પરેશભાઈ જસાણી તેમજ કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યા હતાં. અહીં રાત્રે લોકડાયરાની મોજ સૌને માણી હતી. જેમાં આજુબાજુના રસિકોએ લોક સાહિત્ય ભજનની રસાહરણ માણી હતી.