ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજની ખો-ખોની ટીમે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત કોલેજ લીગ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
આ લીગ ટુર્નામેન્ટમાં ચાર ઝોન વચ્ચે રમાડવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, અને મધ્ય ગુજરાતમાંથી પ્રથમ બે ટીમોને તારવીને શ્રેષ્ઠ ર ટીમો વચ્ચે આ લીગ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી. જેમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ખો-ખોની ટીમે ઉતકૃષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રનર્સ-અપ બની રૂા. ર,પ૦,૦૦૦/-નું ઈનામ પ્રાપ્ત કર્યુ હતું.
સમગ્ર ગુજરાતમાં સેકન્ડ રનર્સ-પ્અપ બની રૂા. ર,પ૦,૦૦૦/-નું ઈનામ પ્રાપ્ત કરવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ અભિનંદન પાઠવ્યા હતાં.