નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કુંભારવાડા થી ચોટીલા જતા યાત્રાળુઓ માટે ઠંડા પાણી તથા ઠંડા સરબતની વ્યવસ્થા કાર્યાલયે કરવામાં આવી હતી. તથા યાત્રાળુઓને બેગ (થેલા) ઉપર રેડિયમ સ્ટીકર પણ લગાવવામાં આવ્યા હતા. તથા ભાવનગર થી ચોટીલા જતા તમામ યાત્રાળુઓ માટે નારી ચોકડી મુકામે સર્વ યાત્રાળુ ઓના બેગ પર રેડિયમ સ્ટીકર લગાવવામા આવ્યા હતા. જેથી રાત્રી દરમિયામન રસ્તા પર યાત્રાળુઓ ઉપર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય. આ કાર્યક્રમમાં નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશનના સભ્યો જોડાયા હતા.