યુવાધન રાષ્ટ્રના ભાવીના સપના છે જો જાગૃત હોય તો ? ત્યારે તેમાં સૃષ્ટિના સર્જનથી હિન્દુ સંસ્કૃતિનો રખેવાળ માત્રને માત્ર બારોટ સમાજ છે તેની રખેવાળી પોતાની વંશાવલીમાં ધરબાયેલ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા વંશલેખક વડીલો તો છે જ પણ સમયાનું સારે હવે યુવા શક્તિને સોંપવા વડીલ વંશલેખકોએ નિર્ણય કર્યો છે કારણ પશ્ચિમની હવા યુવાધનને લાગે તેવી વડીલો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં રજૂઆત કરતા હસતે મુખે રાજુલા યુવા બારોટ સમાજે ઉપાડી લીધી પણ કેવી કે દર વર્ષે પોતાના ખર્ચે રાજુલાના તમામ બારોટને આમંત્રિત કરી તિર્થધામ ગાયત્રી મંદિરે સ્નેહમિલન છેલ્લા ૪ વર્ષથી યુવા બારોટ રાજુલા દ્વારા શાનદાર રીતે અને જ્ઞાતિના સંગઠન બાબતે તેમજ જ્ઞાતિના કુરીવાજોને તીલાંજલી આપી આપણી મુળ સંસ્કૃતિ વંશ લેખક બની ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા યુવાનોએ જે ધ્યાન આપવું. રાજુલા નજીક આદસંગ ધામે સમર્થ સંત શિરોમણી ઉદાસી સંત પ્રેમદાસબાપુની ૭૬મી નિર્વાણ તિથિ બારોટ સમાજના ભાવનગર પોલીસ ડીપાર્ટમેન્ટ નિર્વત એસઓજીના ઘનશ્યામભાઈ હાદાભાઈ બારોટને તિથી ઉજવવાનો લાભ મળેલ છે તેની તારીખ ૪-૧ર-ર૦૧૮ના રોજ આદસંગ ધામે ઉજવાશે તેની વિગત રાજુલા યુવા બારોટ સમાજ દ્વારા સર્વે બારોટ સમાજને આમંત્રણ અપાયું તેમજ રાજુલા યુવા બારોટ સમાજની કારોબારી રચના કરવામાં આવી. જેમાં સર્વાનુમતે ભરતભાઈ બારોટ પ્રમુખ-ઉપપ્રમુખ બાબભાઈ બારોટ, મહામંત્રી તુષારભાઈ બારોટ, ખજાનચી નરેશભાઈ બારોટ તેમજ સહમંત્રીઓ તેમજ કારોબારી સદસ્યોની ૯ થી ૧૧ની કારોબારી બનાવીને આ યુવા બારોટ સમાજ સમસ્ત બારોટ સમાજના રાજુલા તાલુકાના ઉત્કર્ષના કામો કરશેની ઘોષણા કરવામાં આવી.