સિહોર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા સિહોરનાં ગુંદાળા વસાહતમાં દરોડો પાડતા પાણીનાં ટાંકાની પાછળ જાહેરમાં જુગાર રમતા ગુલાબભાઈ ગોપાભાઈ સોલંકી ઉ.વ.૨૮, જેરામભાઈ સવજીભાઈ બારૈયા ઉ.વ.૪૦, જગદીશભાઈ જીવરાજભાઈ વેગડ ઉ.વ.૪૮, રસીકભાઈ અમરતભાઈ સોલંકી ઉ.વ.૨૮, ઘનશ્યામભાઈ દુદાભાઈ સોલંકી ઉ.વ.૫૦ તથા ધીરૂભાઈ વેસલજીભાઈ શીયાળ ઉ.વ.૫૭ની જુગાર સાહિત્ય તથા રોકડ રૂા.૧૨,૧૩૦ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને તમામ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી લોકઅપ હવાલે કર્યા હતા.