દિવાળી પર્વની રજાઓ પછી આજે દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજની રજાઓ પછી સોમવારથી મહાનગર પાલિકા કચેરી કાર્યરત થવા પામી છે.
રજાના મહોલ પછી સોમવારથી શરૂ થયેલ કચેરીમાં ચૂંટાયેલા બાવન સભ્યોમાંથી ફકત મેયર મનભા મોરી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ અને ડે.મેયર અશોકભાઈ બારૈયાની હાજરી જોવા મળી હતી. તો બીજી બાજુ વહિવટી ક્ષેત્રે કમિશ્નર ગાંધી અને નાય.કમિશ્નર એન.ડી. ગોવાણી અને અન્ય વિભાગીય અધિ.ઓ જોવા મળેલ. જો કે, વહિવટી તંત્રના પણ કેટલાંક અધિકારીઓ જોવા મળ્યા નોતા. મહાનગર સેવા સદનના ચૂંટાયેલા કોર્પોરેટરો પણ હજી દિવાળી તહેવાર અને રજાના મુડમાં હોવાનું જાણવા મળે છે. સેવા સદનમાં એક પણ મહિલા નગરસેવિકાઓની હાજરી નોતી. જો કે, રજા પછી આજે સોમવારે પણ કચેરીમાં રજા જેવુ વાતાવરણ હોય તેવુ વાતાવરણ ચૂંટાયેલા સભ્યોની ગેર હાજરી ઉપરથી જાણવા મળે છે.