ભાવનગરમાં રવિવારે ર૮૧ સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્નોત્સવનું આયોજન

2251

ભાવનગરની જાણીતી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ મારૂતી ઈમ્પેક્ષ અને લાખાણી પરિવાર દ્વારા ગૌ.વ. મુકતાબેન દિનેશભાઈ લાખાણીની પ્રેરણાથી પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી. સર્વજ્ઞાતિની ર૮૧ દિકરીઓના સમુહ લગ્નનું તા. ૧૮ને રવિવારે જવાહર મેદાન ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે આજે લાખાણી પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં આજે માહિતી આપી હતી. દેરક પિતાને પોતાની દીકરી લાડકડી હોય અને દિકરીના લગ્ન ધામધૂમથી ઉજવી વિદાય આપવા માંગતા હોય પરંતુ પિતાની છત્રછાયા ગુમાવી દીધેલી દિકરીઓને પિતાની ખોટન દેખાય તેવી ઉમદા ભાવના સાથે સુરેશભાઈ લાખાણીને આવેલ સમુહ લગ્નના વિચારને અમલમાં મુકયો ૧૦૮ના લક્ષ્યાંક સામે ર૮૧ દીકરીઓના ફોર્મ આવ્યા અને તમામ ફોર્મ સરકારી દરેકનો સમાવેશ કરાયો જેમાં ૧૦ દિકરીઓ મુસ્લિમ સમાજની પણ છે.  તા.૧૮ને રવિવારે સાંજે જવાહર મેદાન ખાતે સાંજે શાસ્ત્રોકત વિધી પ્રમાણે લગ્ન સમારોહ યોજાશે. સમગ્ર લગ્ન સ્થળને ભવ્ય રોશનીથી શણગાર કરવામાં આવશે, ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે. અને જવાહર મેદાન ખાતે સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. સમુહલગ્નમાં જોડાનારી તમામ દિકરીઓને કરિયાવરમાં જીવન જરૂરી ચીજવસ્તુઓ ઉપરાંત સરકારની સાત ફેરા સમુહલગ્ન યોજના અને કુંવરબાઈના મામેરાના લાભો મળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.  સમુહલગ્નમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, કર્ણાટકના રાજયપાલ વિજુભાઈ વાળા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેન્દ્રીય મંત્રીઓ, હીરા ઉદ્યોગના અગ્રણીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ સહિત દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે તેમ પત્રકાર પરિષદમાં દિનેશભાઈ લાખાણી, સુરેશભાઈ લાખાણી, હરૂભાઈ ગોંડલિયા સહિતે જણાવ્યું હતું.

સમુહ લગ્નમાં અદ્‌ભૂત વ્યવસ્થા

દરેક દિકરી માટે શણગારેલા ચોરી મંડપ, સગા-સંબંધીઓ માટે બેઠક વ્યવસ્થા, આમંત્રીતો માટે ભવ્ય સ્ટેજ, મુખ્ય મહેમાનો માટે અલગ સ્ટેજ, અલગ-અલગ પાર્કીંગ વ્યવસ્થા, સમગ્ર ગ્રાઉન્ડમાં પીવાના પાણીની વ્યવસ્થા, પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિક નિયમન વ્યવસ્થા, ચુસ્ત સિકયુરીટી, ૮૦ હજારથી વધુ લોકો માટે ભોજન વ્યવસ્થા, ભોજન વિતરણમાં બજરંગદાસ બાપા સેવક સમુદાય સેવા આપશે.

દિકરીઓ માટે મહેંદી રસમ અને દાંડીયા રાસનું આયોજન

સમુહ લગ્નમાં જોડાનાર તમામ ર૮૧ દિકરીઓ માટે તા. ૧૬ના રોજ ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા ખાતે મહેંદી રસમનું આયોજન કરાશે. જેમાં તમામ દિકરીઓને મનપસંદ મહેંદી મુકવામાં આવશે. જયારે તા. ૧૭ના રોજ દિકરીઓ તથા તેમના પરિવારજનો માટે રાસ-ગરબા, દાંડીયારાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે નવવધુને શણગારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Previous articleઉપાશ્રયોમાં જ્ઞાન પંચમીની ઉજવણી
Next articleપાલિતાણા ખાતે શુક્રવારે સર્વેશ્વરીયશાશ્રીજી સાધ્વીજી મ.સા.ના ૪૦૭ ઉપવાસના પારણા