બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી દિપિકા અને રણવીર સિંહના લગ્નની તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ૧૪મી નવેમ્બરના દિવસે તેમના ઇટાલીમાં લગ્ન થનાર છે. ખાસ મહેમાનો પહોંચવા લાગી ગયા છે. બંનેના લગ્ન જે ઇટાલીના રિસોર્ટમાં થનાર છે તે સૌથી મોંઘા અને કિંમતી રિસોર્ટ તરીકે છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ રિસોર્ટમાં એક રાત્રી રોકાણનુ ભાડુ આઠથી ૧૦ લાખ રૂપિયાની આસપાસ છે. માત્ર બોલિવુડના લોકો માટે જ નહીં બલ્કે હોલિવુડના કલાકારો માટે પણ આ સ્થળ સૌથી ફેવરીટ સ્થળ તરીકે છે. આ સ્થળની ખાસ વાતની વાત કરવામાં આવે તો હોલિવુડના તમામ મોટા સ્ટાર પણ અહીં સતત આવતા રહે છે. દિપિકા અને રણવીર સિંહે પોતાના લગ્ન માટે ઇટાલીના લેક કોમોની પસંદગી કરી છે. અહીંના વિલા ડેલ બાલિબિયાનેલોને તેમના લગ્નના સ્થળ માટે પસંદગી કરવામાં આવ્યા બાદ તેની ચર્ચા છે. આને ખુબ જ સુન્દરતા સાથે સજાવી દેવામાં આવ્યા બાદ તેની ઉત્સુકતા વધી ગઇ છે. લેક કોમોમાં કેટલાક વિલા છે. જે પોતાની ખુબસુરતી માટે જાણીતા રહ્યા છે. જો કે ડેલ બાલિબિયાનેલોને તેની કુશળતા માટે ખાસ રીત ઓળખવામાં આવે છે. સેલિબ્રિટી અહીં સતત આવતા રહે છે જેથી પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા મજબુત રાખવામાં આવે છે.