ટોમ ક્રૂઝને ભૂલાવે એવા સ્ટંટ કંગનાએ ’મણીકર્ણિકા’માં કર્યાં

1009

મણીકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસીના એક્શન ડાયરેક્ટરે એવો દાવો કર્યો હતો કે હોલિવૂડના ટોચના એક્શન હીરો ટોમ ક્રૂઝના સ્ટંટ્‌સને ભૂલાવે એવા સ્ટંટ મણીકર્ણિકામાં કંગના રનૌતે જાતે કર્યા છે.

આ ફિલ્મનું ૬૫ ટકા જેટલું શૂટિંગ સાઉથના મોખરાના ડાયરેક્ટર ક્રીશે કર્યું હતું. ત્યારબાદ ક્રીશ અન્ય કામમાં બીઝી થઇ જતાં કંગનાએ આ ફિલ્મના ડાયરેક્શનની અને એડિટિંગની જવાબદારી સંભાળી લીધી હતી.ઔઆ ફિલ્મ માટે સ્ટંટ સીન્સ તૈયાર કરનારા હોલિવૂડના એક્શન ડાયરેક્ટર નીક પોવેલે કહ્યું કે તમામ સ્ટંટ કંગનાએ સ્મૂધલી કર્યા છે. ઘોડેસવારી, તલવારબાજી, ભાલા ફેંક, ધનુષ-બાણ વગેરે દરેક સ્ટંટ પોતે જાતે કરવાનો આગ્રહ કંગનાએ રાખ્યો હતો અને સ્મૂધલી આ સ્ટંટ કરી બતાવ્યા હતા.

નીક પોવેલે હોલિવૂડના ટોચના એક્શન ગ્લેડિયેટર ફેમ હીરો રસેલ ક્રો, ટોમ ક્રૂઝ, બ્રાડ પીટ વગેરે સાથે કામ કર્યું છે. એણે કંગનાની કામ પ્રત્યેની સમર્પિતતાને મુક્ત કંઠે બિરદાવી હતી.’તમે માનશો, કંગનાએ સ્ટંટ સીન્સ પર નિપુણતા મેળવવા રોજ આઠ કલાક સુધી તલવારબાજીની પ્રેક્ટિસ કરી હતી. હું એની  કામ પ્રત્યેની સમર્પિતતાથી પ્રભાવિત થયો હતો ’ એમ નીકે કહ્યું હતું.

આ ફિલ્મનું ૬૫ ટકા જેટલું શૂટિંગ સાઉથના મોખરાના ડાયરેક્ટર ક્રીશે કર્યું હતું. ત્યારબાદ ક્રીશ અન્ય કામમાં બીઝી થઇ જતાં કંગનાએ આ ફિલ્મના ડાયરેક્શનની અને એડિટિંગની જવાબદારી સંભાળી લીધી હતી.ઔઆ ફિલ્મ માટે સ્ટંટ સીન્સ તૈયાર કરનારા હોલિવૂડના એક્શન ડાયરેક્ટર નીક પોવેલે કહ્યું કે તમામ સ્ટંટ કંગનાએ સ્મૂધલી કર્યા છે.  હોલિવૂડના ટોચના એક્શન હીરો ટોમ ક્રૂઝના સ્ટંટ્‌સને ભૂલાવે એવા સ્ટંટ મણીકર્ણિકામાં કંગના રનૌતે જાતે કર્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleમાર્શલ આર્ટનાં લીધે ડાન્સમાં મળી મદદઃ ટાઈગર શ્રોફ