ન્યૂઝિલેન્ડના ડાબા હાથના સ્પિનર મિશેલ સેંટનરને લાગે છે કે, ભારત વિરૂદ્ધ યોજાનાર આગામી વન-ડે સિરીઝમાં ખુબ જ રન બનશે. ન્યૂઝિલેન્ડના મેદાન અને વિકેટ તેમા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતે છેલ્લે ૨૦૧૪-૧૫માં ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કર્યો હતો.
હવે ૨૩ જાન્યુઆરીથી શરૂ થનાર પાંચ વન-ડે મેચોની સિરીઝમાં ભારત ફરીથી ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કરશે. તેના પછી ત્રણ મેચોની ટી-૨૦ સિરીઝનું પણ આયોજન થશે.
સેંટનરે કહ્યું કે, બંન્ને ટીમમાં ગત પ્રવાસ બાદ ખુબ જ બદલાવ આવ્યો છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ક્રિકેટ રમીને આવશે જ્યાંની પરિસ્થિતિ ન્યૂઝઇલેન્ડથી મળતી આવે છે. જો તેઓ ત્યાં પણ રન બનાવશે તો તેમા કોઇ શંકા નથી કે ન્યૂઝિલેન્ડ પ્રવાસમાં પણ ખુબ જ રનનો વરસાદ થશે.
બીજી તરફ ઓલરાઉન્ડર કોરી એન્ડરસને કહ્યું કે, વિરાટ કોહલી અને બીજા ભારતીય બેટ્સમેન ખુબ જ સારા એવા રન બનાવી રહ્યા છે. પરંતુ તેમને ૪ વર્ષથી ન્યૂઝિલેન્ડનો પ્રવાસ કર્યો નથી. તેમણે આ દરમિયાન ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે અને ખુબ એવા રન પણ બનાવ્યા છે.