ગુજરાત રમખાણ ૨૦૦૨ઃ પીએમ મોદી વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર

740

૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કોમી તોફાનો મામલે ગુજરાત હાઇકોર્ટે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપી હતી. હાલ નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન છે. કોંગ્રેસનાં પૂર્વ સાંસદ એહસાન ઝાફરીનાં પત્ની ઝાકિયા ઝાફરીએ આ ક્લીન ચીટને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, આ કેસની સુનાવણી આગામી સોમવારનાં રોજ કરવામાં આવશે.

અહેસાન ઝાફરીની ૨૦૦૨નાં કોમી તોફાનો દરમિયાન હત્યા કરવામાં આવી હતી. ગોંધરાકાંડ પછી સમગ્ર રાજ્યમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ગોધરાકાંડ પછી થયેલા હત્યાકાંડોની તપાસ કરવા માટે એક સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. આ ટીમે ગુજરાતનાં કોમી તોફાનોમાં મોદીને ક્લીન ચીટ આપી હતી. ગુજરાત હાઇકોર્ટે આ ક્લીન ચીટને માન્ય રાખી હતી. આનાથી નારાજ થઇને, ઝાકિયા ઝાફરી હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યા છે.

સુપ્રિમ કોર્ટનાં ન્યાયાધીન એ.એમ. ખનવાલીકરના નેતૃત્વવાળી ખંડપીઠે કહ્યું કે, સૌથી પહેલી જે અહેવાલને આધારે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવામાં આવી હતી તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જે ક્લોઝર રિપોર્ટ રજૂ કર્યો હતો તે જોઇ જવો પડે. એટલે આ કેસની સુનાવણી આગામી સોમવારના રોજ રાખવામાં આવશે.

૨૦૦૨નાં ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનાં ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી. આ ટ્રેનનાં ડબ્બામાં કાર સેવકો પ્રવાસ કરી રહ્યાં હતા. આ હત્યાકાંડમાં ૫૯ કારસેવકોનાં મોત થયા હતા. આ ગોધરાકાંડ પછી સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.

ગોધરાકાંડ પછી જે મોટા હત્યાકાંડો થયા તેમા અમદાવાદમાં આવેલી ગુલમર્ગ સોસાયટી હત્યાકાંડનો સમાવશે થાય છે. આ હત્યાકાંડમાં ૬૮ લોકોને મારી નાંખવામાં આવ્યા હતા. જેમાં અહેસાન ઝાફરીનો પણ સમાવેશ થાય છે.

ગુજરાત સરકાર કોમી તોફાનો પર કાબુ લેવામાં નબળી પડતા, અંતે આર્મીને બોલાવવી પડી હતી. ગોધરાકાંડ પછી થયેલા કોમી તોફાનોમાં લઘુમતિઓ અને માનવ અધિકારો માટે કામ કરતા લોકોએ નરેન્દ્ર મોદીનાં વહીવટીતંત્ર પર આક્ષેપો કર્યા હતા અને આ પછી કોર્ટે આ તમામ કેસોની તપાસ માટે સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.

Previous articleબાળ તસ્કરીમાં ભાજપના નેતાની પોલીસે પૂછપરછ કરી
Next articleબિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત