બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદીએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

587

બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી આજે બિહાર વતી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવ્યા હતા. આ સમયે તેમની સાથે ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે સુશીલકુમાર મોદી અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લિફ્‌ટમાં ફસાઇ ગયા હતા. લિફ્‌ટ ઓવરલોડ થઇ જતા બે મિનીટ માટે લિફ્‌ટ વચ્ચે જ રોકાઇ હતી. જેને કારણે તેઓ લિફ્‌ટમાં જ ફસાઇ ગયા હતા. જિલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો પણ લિફ્‌ટમાં ફસાઇ ગયા હતા. લિફ્‌ટ કાર્યરત થતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરીની મુલાકાત લીધી હતી.

સુશીલકુમાર મોદી અને સૌરભ પટેલ લિફ્‌ટમાં બેસીની સરદાર પટેલના સ્ટેચ્યુની ગેલેરી સુધી જઈ રહ્યાં હતા આ દરમિયાન અચાનક પાવર ડ્રોપ થયો હતો. ત્યારબાદ લિફ્‌ટ અટકી ગઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર બંન્ને નેતાઓ એક મિનિટ સુધી લિફ્‌ટમાં ફસાયેલા રહ્યાં હતા. ત્યારબાદ લિફ્‌ટ ફરી ચાલું થઈ ગઈ હતી.

વિશ્વના સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન બિહારના નાયબ મુખ્યપ્રધાન પ્રવાસીઓને પણ મળ્યા હતા. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મોદીજી જે કહે છે તે, કરીને બતાવે છે. તેમનું આ સપનું સાકાર થયું છે. આ પ્રતિમાના નિર્માણ માટે બિહારમાંથી પણ માટી અને લોખંડ આવ્યું છે. સરદારની આ પ્રતિમા અદ્દભૂત બની છે. ત્યારબાદ સુશીલકુમાર મોદીએ ટેન્ટ સિટી અને નર્મદા બંધની પણ મુલાકાત લીધી હતી. તો આ સમગ્ર પ્રવાસ સ્થળ અંગે નર્મદા નિગમના અધિકારીઓએ તેમને સમગ્ર માહિતી આપી હતી.

Previous articleગુજરાત રમખાણ ૨૦૦૨ઃ પીએમ મોદી વિરુદ્ધ ઝાકિયા જાફરીની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર
Next articleરેલ્વે તંત્ર બનશે પેપરલેસ, તમામ સર્ક્યુલર હવે ડિજિટલ