હિંમતનગર તાલુકા પંચાયત માંથી ચેડાં કરવામાં આવેલ સરકારી રેકડૅ સરકારી બાબુઓ દ્રારા ગુમ કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ માહિતિ અધિકાર ના કાયદા હેઠળ માંગવામાં આવતી માહિતિ માં જેતે પંચાયતો માંથી સરકારી રેકડૅ લાવી અધુરી માહિતિ પુરી પાડવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
આ અંગે હિંમતનગર તાલુકા વિકાસ અધિકારી જોષી ને પુછતા તેઓ એ જણાવ્યું હતું કે ગુમ થયેલ સરકારી રેકડૅ શોધી આપું છું પરંતુ ટી.ડી.ઓ.એ ગપગોફ્રા આપી છેલ્લે હાથ અધ્ધર કરી દઈ ઉડાઉ જવાબ આપી દેતાં તાલુકા વિકાસ અધિકારી ની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે.લોકમુખે ચચૉયેલ મુજબ સરકારી રેકડૅ ને ચેડાં કરવામાં તાલુકા વિકાસ અધિકારી ની ભાગીદારી હોય તેવુ ચચૉઈ રહયું છે.