ઠળિયા ગામે જંગલમાં મંગલ એવું ભવ્ય, દિવ્ય અને રમણિય સ્થળ કહુવાળી મેલડી માતાજી કોટીયાના રસ્તે ઠળિયાથી બે કિ.મી. દુર ડુંગરોના ગાળામાં આવેલું છે અને ત્યાં પરમાર પરિવાર દ્વારા માતાજીના નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવો ચવીસ કલાકનો હતો. તેમાં રાવળદેવ, ભુવાદેવ, રાજકીય આગેવાનો સામાજીક આગેવાનો, ધર્મ પ્રેમી ભાઈ-બહેનો બારોટ દેવ તથા આબાલ વૃધ્ધ લોકોએ આવીને માતાજીના માંડવાને ખુબ જ સારી રીતે વધાવ્યો હતો. આ માંડવા પ્રસંગે ભોજન-પ્રસાદની વ્યવસ્થા ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવી હતી. તેમજ માતાજીના ભુવા રામજીભાઈ પરમાર દ્વારા અને સમસ્ત ગામ દ્વારા આ માંડવાને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન કિશોરભાઈ બારોટ (લોક સાહિત્યકાર) કર્યુ હતું. તેમજ ઠળિયાથી સ્થળ સુધી શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી.