પતંજલિ યોગ પીઠ અંતર્ગત ઈશ્વરિયા ગામે શુક્રવાર તા. ૯ થી મંગળવાર તા. ૧૩ દરમિયાન યોગ શિબીર યોજાઈ ગઈ, જેમાં બાળ સંસ્કાર કેન્દ્ર સાથે યોગ પ્રચારક જિગ્નેશભાઈ પટેલ દ્વારા યોગ ચિકીત્સા અને ધ્યાન શિબીરનો ગ્રામજનોને લાભ મળ્યો. દિલીપભાઈ સોલંકીના સંકલનથી યોજાયેલ આ શિબિર સાથે યોગ સમિતિની રચના કરવામાં આવી હતી. યજ્ઞ પણ યોજાયો હતો.