સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૧૭ આગામી સમયમાં યોજાનાર છે ત્યારે જિલ્લામાં ચૂંટણી પક્રિયા સાથે સંકળાયેલા પોલીંગ સ્ટાફ નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં કામ કરી શકે તે માટે ઇડર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.સ્વરૂપની અધ્યક્ષતમાં બેઠક યોજાઇ હતી. જેમાં પોલીંગ સ્ટાફને મતદાનના દિવસે કરવાની થતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ સમયે ઇડર પ્રાંત અધિકારી એ.જે. દેસાઇ સહિત અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.