વિરાણી પરિવાર દ્વારા સમસ્ત રળિયાણા ગામ પિતૃ મોક્ષાર્થે ૧૧ નવેમ્બર થી રળિયાણા ગામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથાના પ્રારંભમાં મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતા.
વિરાણી પરિવાર દ્વારા યોજાયેલ આ કથા તા.૧૧-૧૧-૨૦૧૮ થી પ્રાંરભ કરવામાં આવ્યો છે જ્યારે તા.૧૭-૧૧-૨૦૧૮ ના રોજ આ કથાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. કથાના મુખ્ય વ્યાસપીઠ પર બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંત પૂ. પ્રભુચરણ સ્વામી કથામૃતનું રસપાન કરાવશે. આ કથામાં વિવિધ કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, પ્રાથમિક શાળા, અવેડો, પક્ષીઘર, પાણીની ટાંકી, ઊંડા કરેલ તળાવનું લોકાર્પણ જેવા કાર્યો ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે તેમજ અતિથિ દ્વારા કરવામાં આવશે.
આ કથાના પ્રારંભમાં મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ ઉપસ્થિત રહી ગામ ખાતે બનાવેલ અવેડાનું લોકાર્પણ કર્યું હતું.
આ કથામાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચો પ્રમુખ બાબુભાઈ જેબલીયા, ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિતના મહાનુભાવો, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ સ્થાનિક અધિકારી તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.