આજનો વિદ્યાર્થી આવતીકાલનું ભવિષ્ય છે. વિદ્યાર્થીમાં રહેલી ક્ષમતા અને નવા વિચારો દેશના નવસર્જન માટે ખુબ જરૂરી છે ભારત દેશના પ્રત્યેક વિદ્યાર્થીઓ સંશોધનકાર્ય તરફ પોતાનો દ્રષ્ટિકોણ કેળવે તેવા આશયથી છેલ્લા ૨૪ વર્ષથી ‘રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ’નું ચોક્કસ વિષયને કેન્દ્રસ્થાને રાખીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્ગઝ્રજી્ઝ્ર દ્વારા રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદનું આયોજન વિવિધ સ્તરે કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮ અને ૨૦૧૯ માટે મુખ્ય વિષય ‘સ્વચ્છ હરિયાળું અને સ્વસ્થ રાષ્ટ્ર માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણ’ છે. ગુજરાત રાજ્યમાં આ પ્રવૃતિનું સંચાલન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે.
ભાવનગર જીલ્લામાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવનગર દ્વારા જીલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ -૨૦૧૮ નું આયોજન તા.૧૦ નવેમ્બર,૨૦૧૮ ના રોજ “વિજ્ઞાન ભવન” , ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ઉદ્ધાટન સમારોહમાં ડૉ. હિતેશભાઈ શાહ, ડૉ. નીરજ રાજ્યગુરુ, ભાવેશભાઈ વ્યાસ, ડૉ. પ્રણવ શાહ તથા શૈલેશભાઈ ડાભી એ નિર્ણાયક તરીકે ફરજ બજાવી હતી. આ સંશોધનાત્મક સ્પર્ધામાં જેન્સી ગુંદીગરા, સુર્વિન મોરી, રવિ ડાભી, હેતલ ડોડીયા, અદિતિ પટેલ, દ્વીજ આદેસરા, આશ્કા મશરૂ, રોહન જોષી,આદિત્ય વોરા અને શૈલી અંધારિયાના સંશોધન પસંદગી પામ્યા હતા. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના જીલ્લા કક્ષાના અધિવેશનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૩૯ લઘુ સંશોધનો રજુ કરવામાં આવેલ. જે પૈકીના પસંદગી પામેલ સંશોધનો આગામી દિવસો માં ભાવનગર જીલ્લાનું રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. આ સમગ્ર કાર્યક્રમમાં મહેમાનો, નિર્ણાયકો, બાળ વૈજ્ઞાનિકો અને શિક્ષકો કુલ ૧૦૦ લોકો જોડાયા હતા.તમામ બાળવૈજ્ઞાનિકો એ ઉત્સાહભેર શહેર ની સમસ્યાને લગતા પ્રશ્નો પર પોતાના વિચારો અને ઉપાયો રજુ કર્યા હતા.