બોટાદ જીલ્લાના રાણપુર પાસે રાજપરા ગામના પાટીયા પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સ્વીફ્ટ ફોરવ્હીલર નો ડ્રાઈવર અકસ્માત સ્થળે થી ભાગી ગયો હતો આ અકસ્માતમાં ૬ મહીનાના બાળકનુ મોત નિપજતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ હતી જ્યારે બાળકના માતાપિતા ને ગંભીર ઈજા થતા તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ રાણપુર પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડીગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી
આ અંગે રાણપુર પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ રાણપુરના રાજપરા ગામનુ પાટીયુ અને નર્મદા કેનાલ વચ્ચે સોમવારે સાંજના સમયે સફેદ કલરની સ્વીફ્ટ કાર અને હીરો હોન્ડા મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા સતીષ હસમુખભાઈ ઉંમર-૬ માસ રહે.કાનીયાડ ને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ જ્યારે બાળકના પિતા હસમુખભાઈ રાયસંગભાઈ અને તેમના પત્ની કાજલબેન હસમુખભાઈ ને ગંભીર ઈજા થતા ધંધુકાની આર.એમ.એસ.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યા હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા જ્યારે આગળની વધુ તપાસ રાણપુર પી.એસ.આઈ.એ પી સલૈયા કરી રહ્યા છે.