મુખ્યમંત્રી રૂપાણી, નિતિન ગડકરી, મનસુખ માંડવીયા આજે પાલિતાણામાં

1207

જૈનોની તિર્થનગરી પાલિતાણા ખાતે આવતીકાલે તા. ૧૪ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તથા મનસુખભાઈ માંડવીયા જૈન સાધ્વીજી મ.સા.ના ૪૦૭ ઉપવાસ તપના પારણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સાધ્વીજી સર્વેશ્વરીયશાશ્રીજી મ.સા. દ્વારા ૪૦૭ ઉપવાસ એટલે કે ૧૬ માસના તપની કઠીન આરાધના કરેલ છે. તેના પારણા મહોત્સવ આવતીકાલે તા. ૧૪ના રોજ પાલિતાણા ખાતે યોજાનાર હોય તેમ મુખ્યમંત્રી રૂપાણી ઉપરાંત કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત ઉપસ્થિત રહેશે.

સવારે ૯-૪૦ મીનીટે મુખ્યમંત્રી, પાલિતાણા હેલીપેડ ખાતે આવશે ત્યાં સ્વાગત બાદ જાલોરી ભવન કાર્યક્રમમાં પહોંચી પૂ. તપસ્વી સાધ્વીજી મ.સા.ના દર્શન કરશે જયા મનિષ મહેતા દ્વારા સ્વાગત ઉદ્દબોધન, ઈલાયચી હાર, તિલક, શાલ, શ્રીફળ અને માતા પદમાવતીની પ્રતિમા ભેટ અપાશે. ત્યાર બાદ મંત્રી માંડવીયા, નિતિન ગડકરી અને વિજયભાઈ રૂપાણી ઉદ્દબોધન કરશે અને આચાર્ય ભગવંત તથા તપસ્વી મ.સા. આર્શિવાદ આપશે.

મૂખ્યમંત્રી રૂપાણી સવારે ૧૧-૦૦ કલાકે જાલોરી ભવનથી હરીરામ બાપા ધામ, હસ્તગીરી જીવા પર રોડ ખાતે ભાગવત સપ્તાહ કાર્યક્રમમાં જશે ત્યાં કથા શ્રવણ કરી ભોજન પ્રસાદ લઈને ગાંધીનગર રવાના થશે.

Previous articleબાળકોમાં ક્ષય વધુ જોવા મળે છે
Next articleકુ.વાડાના યુવાનની હત્યાના કેસમાં બે શખ્સોને આજીવન કેદની સજા