આમિરની આગામી ફિલ્મમાં અદિતિ રાવ હૈદરી ચમકશે?

1077

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની સાથે કામ કરવાનું દરેક એક્ટ્રેસનું સપનું હોય છે, એવામાં હવે આમિરના આગામી પ્રોજેક્ટને લઈને તેમનું લોકો સાથે મળવાનું શરૂ થઈ ગયું છે. મંગળવારે મોડી રાત્રે એક અભિનેત્રીએ આમિરના ઘરે જઈને તેની સાથે મુલાકાત કરી જેથી અટકળો લગાવવામાં આવી રહી છે કે લગભગ તે આમિરની આગામી કો-એક્ટ્રેસ હશે. અદિતિ આમિરના ઘરે અંદાજે ૨-૩ કલાક રહી હતી. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આમિર ખાન પોતાની આગામી ફિલ્મના કાસ્ટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાન રિલીઝ થઈ છે અને તે ફ્લોપ સાબિત થઈ છે. ત્યાર બાદ આમિર ખાન હવે આગામી ફિલ્મમાં વ્યસ્ત થઈ ગયા છે. આમિર ખાનની આગામી ફિલ્મોની વાત કરીએ તો, મુગલ, ઓશો પર બની રહેલ બાયોપિક અને રાકેશ શર્માની બાયોપિકની સાથે સાથે મહાભારત જેવી ફિલ્મોના નામ સામે આવી રહ્યા છે. અદિતિ રાવ હૈદરીનું આમિર ખાનના ઘરે આવીને થોડી કલાકની મીટિંગ કરવી એ વાત તરફ ઈશારો કરે છે કે આગામી દિવોસમાં તે આમિર ખાનની ફિલ્મોમાં હશે કે નહીં.

Previous articleઅર્જુન કપુરની સાથે લગ્નને લઇ હવે મલાઇકાનુ નિવેદન
Next articleમહેંદી આર્ટિસ્ટ દિપિકાના હાથ પરની ડિઝાઈન ભવિષ્યમાં બીજે ક્યાંય વાપરી નહી શકે