બોલીવુડ સ્ટાર દિપિકા પાદુકોણ અને રણવીરસિંહ આજે ઈટાલીમાં ધામધૂમથી પ્રભુતામાં પગલા પાડશે ત્યારે આ લગ્નને એક્સક્લુઝિવ બનાવવા માટે આ સેલિબ્રિટી કપલે કોઈ કસર છોડી નથી. એટલે સુધી કે દિપિકાના હાથ પર જે મહેંદી લગાવવામાં આવશે તે ડિઝાઈન ફરી ક્યારેય મહેંદી આર્ટિસ્ટ અન્ય કોઈના હાથ પર ઉપયોગમાં નહી લઈ શકે તે વાતનુ પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. દિપિકાએ મહેંદી મુકાવવા માટે મુંબઈના નાલાસોપારા વિસ્તારમાં રહેતા મહેંદી આર્ટિસ્ટ દિપ્તિબેન મારુને ખાસ ઈટાલી બોલાવ્યા છે. જોકે તેમની સાથે દિપિકાએ કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો છે કે તેઓ દિપિકાના હાથ પર જે પ્રકારની મહેંદી મુકશે તેવી મહેંદી અન્ય કોઈના હાથ પર ક્યારેય નહી મુકે.
Home Entertainment Bollywood Hollywood મહેંદી આર્ટિસ્ટ દિપિકાના હાથ પરની ડિઝાઈન ભવિષ્યમાં બીજે ક્યાંય વાપરી નહી શકે