આઈપીએલ : કેકેઆરએ મિચેલ સ્ટાર્કને મુક્ત કર્યો

1112

ઓસ્ટ્રેલિયાઇ ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે બુધવારે ખુલાસો કર્યો છે કે, આઇપીએલ ફ્રેંચાઇજી કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)એ તેને ૨૦૧૯ સત્ર માટે ટીમથી મુક્ત કરી દીધો છે. એક વર્ષ પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે મિચેલ સ્ટાર્કને આઇપીએલની નીલામીમાં ૯.૪૦ કરોડ રૂપિયાની ભારે ભરખમ કિંમત આપી ખરિદ્યો હતો. કેકેઆરના સ્ટાર્કને મુક્ત કરવા પાછળ એક ખાસ કારણ હોઇ શકે છે.

સ્ટાર્કે જણાવ્યું કે, કેકેઆર ફ્રેંચાઇજી ટીમના માલિકો તરફથી મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ટીમને આ સત્રમાં તેમની સેવાઓની જરૂરીયાત નથી. ગત વર્ષે નીલામીમાં આટલી મોટી રકમમાં ખરિદાયેલા સ્ટાર્કે પગમાં ઇજા હોવાના કારણે સમગ્ર સિઝન દરિયાન એક પણ બોલ ફેંકી શક્યો ન હતો. તે છતા દિનેશ કાર્તિકની આગેવાનીમાં ટીમે ખુબ જ સારૂ પ્રદર્શન કરતા પ્લે ઓફ સુધીનો સફર પૂર્ણ કર્યો હતો. તો આવામાં કેકેઆરના આ નિર્ણય પાછળ તે તર્ક હોઇ શકે કે જો ટીમ આ ખેલાડી વિના આટલું સારૂ પ્રદર્શન કરી રહી છે તો આટલી મોટી કિંમત ચૂક્વી આ ખેલાડીને શામાટે ટીમમાં રાખવામાં આવે.

કેકેઆર એ જાન્યુઆરીમાં સ્ટાર્કને ૯.૪૦ કરોડની મોટી રકમ ચૂક્વી ખરિદ્યો હતો. જોકે તેની બેસ પ્રાઇસ ૨ કરોડ રૂપિયા હતી. સ્ટાર્ક ડાબા પગમાં ફેક્ચરના કારણે આઇપીએલ ૨૦૧૮માં રમી શક્યો ન હતો. ૨૦૧૬માં તે ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે ૨૦૧૭માં તે વ્યસ્ત શિડ્યૂલના કારણે ન રમવાનો નિર્ણય લીધો હતો.

Previous articleધોનીનું ટી-૨૦ ટીમમાં ન હોવાનું તે ખૂબ મોટું નુકસાન છે : રોહિત શર્મા
Next articleઓસ્ટ્રેલિયાના ક્રિકેટર હેસ્ટિંગ્સે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું