મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ : ન્યૂઝિલેન્ડને હરાવી સેમી ફાઇનલમાં પહોંચી ઓસ્ટ્રેલિયાની ટીમ

1604

એલીસા હૈલી (૫૩)ની હાફ સેંચુરી બાદ મેગન શટ (૧૨/૩)ની શાનદાર બોલિંગના દમ પર ઓસ્ટ્રેલિયાએ અહિંયા ચાલી રહેલ આઇસીસી ટી-૨૦ વિશ્વકપનાં ગ્રુપ-બી મેચમાં ન્યૂઝિલેન્ડને ૩૩ રનથી હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયાઇ ટીમની ગ્રુપ-બીમાં ત્રણ મેચોમાં આ સતત ત્રીજી જીત છે અને તે છ અંકો સાથે સેમી ફાઇનલમાં પહોંચી ગઇ છે. ત્યાં જ, આ જ ગ્રુપમાં ન્યૂઝિલેન્ડની આ સતત બીજી હાર છે. ઓસ્ટ્રેલિયાએ મંગળવારે મોડી રાત્રે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા સાત વિકેટ ગુમાવી ૧૫૩ રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને બાદમાં ન્યૂઝિલેન્ડની ટીમને ૧૭.૩ ઓવરમાં ૧૨૦ રન ઓલઆઉટ કરી દીધી. ન્યૂઝિલેન્ડ તરફથી સુજી બેટસએ સર્વાધિક ૪૨, કેટી માર્ટિને ૨૪ અને લેઘ કાસ્પેરે ૧૨ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા તરફથી શટ સિવાય સોફી મોલિનુક્સ અને ડેલિસા કિમિંસે બે-બે, જ્યારે એલિસે પૈરી અને એશ્લેગ ગાર્ડનરે એક-એક વિકેટો ઝડપી.

Previous articleઓસ્ટ્રેલિયાના ક્રિકેટર હેસ્ટિંગ્સે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું
Next articleગોલ્ડ મેડલિસ્ટ એથલિટ પરવિન્દર ચૌધરીએ દિલ્હીના નેહરૂ સ્ટેડિયમમાં આત્મહત્યા કરી