ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં વકીલોમાં ફાંટાનાં કારણે જુદા જુદા બાર એશોસીએશન્સ તથા તેમનાં વચ્ચે વિવાદો સામે આવતા રહેતા હતા. ત્યારે બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ પ્રમાણે એક બાર એક મત લાગુ કરવામાં આવતા બિલાડીનાં ટોપની જેમ રાતો રાત ઉગી નિકળતા એસોસિએશનો અંત આવી જશે. ગાંધીનગરમાં બે એસોસિએશન રહેશે.
ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ બાર એશો.નાં પ્રમુખ સલીમ યુ મોદન તથા મહામંત્રી હિતેષ બી રાવલનાં અધ્યક્ષ સ્થાને બીસીજીનાં રૂલ્સ ૨૦૧૫ મુજબ ચૂંટણી યોજવા તેમજ ચૂંટણી કમિશનરની નિમણુક કરવા તાકિદની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં એસો.નાં બંધારણ પ્રમાણે પારદર્શક ચૂંટણી યોજવા અને કમિશનરોની નિમણુક કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ હતુ.સલીમભાઇ મોદનનાં જણાવ્યાનુંસાર ‘એક બાર એક મત’ બાર એસો. ઓફ ગુજરાત રૂલ્સ ૨૦૧૫ અન્યવે તા ૨૨મી ડીસેમ્બરનાં રોજ ચુંટણી યોજવા માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતએ ૩૧મી ઓક્ટોબરનાં રોજ જાહેરનામુ પ્રસિધ્ધ કરીને ગુજરાતનાં તમામ બાર એસો.ને રૂલ્સ અને જાહેરનામા પ્રમાણે ચૂંટણી કરવા તેમજ કમિશનરોની નિમણુક કરવા આદેશ કર્યો હતો.