માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર તીર્થ પટેલ પ્રથમ ગુજરાતી બન્યો છે. વિજાપુરના આર.વી. બંગ્લોઝમાં રહેતા ૨૩ વર્ષના તીર્થ પટેલે માત્ર ૧૪ દિવસમાં બે દુર્ગમ પર્વતો સર કરી સાહસિક્તાનું નવું દ્રષ્ટાંત પૂરું પડ્યું છે. તીર્થ પટેલ એક મેરેથોન રનર છે. ભારતમાં યોજાતી વિવિધ મેરેથોનમાં ભાગ લઇ પોતાની આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ તેમજ તીર્થ પર્વતારોહણનો શોખ ધરાવે છે.
તાજેતરમાં આ યુવાને લેહ-લદ્દાખમાં આવેલ માઉન્ટ સ્ટોક-કાંગરી સર કર્યો હતો. જેની ઊંચાઈ ૬૧૩૫ છે. તેમજ માઉન્ટ સ્પેગ્નેક-રી ૬૩૮૦ મીટરની ઉંચાઇ ધરાવે છે. છતાં પણ આ શિખરો માત્ર ૧૪ દિવસમાં સફળતા પૂર્વક સર કર્યા છે. આ સાથે જ તે યુવાનોમાં માઉન્ટ સ્પેગ્નેક-રી સર કરનાર પ્રથમ ગુજરાતી બન્યો છે