અમદાવાદમાં પણ પ્રદુષણનો ઈન્ડેકસ ભયજનકઃ૩૦૦ને પાર

749

રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ ચૂકી છે. જેને પગલે અમદાવાદમાં દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે.જેથી અમદાવાદીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. શહેરમાં ઓવરઓલ હવાની ગુણવત્તા ૨૭૮ એટલે કે ખરાબ છે.

પિરાણામાં હવાની ગુણવત્તાં ઁસ્ ૨.૫ વધીને ૩૫૧ થઈ ગયું હતું. પિરાણામાં આ સ્થિતિ ઊભી થશે તેવી અપેક્ષા હતી પણ નવરંગપુરા (૩૨૪) સેટેલાઈટ (૨૦૧) જેવા પોશ એરિયામાં આ સ્થિતિ ઊભી થશે તેવી  ધારણા નહોતી. બોપલ(૨૮૯), ચાંદખેડા (૩૨૩), એરપોર્ટ (૩૦૪), રખિયાલ (૨૭૫), ગિફ્‌ટ સિટી (૨૦૫), રાયખડ (૩૩૦) માં હવાની ગુણવત્તા ઊતરતી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ જો હવાની ગુણવત્તાનો સ્કોર ૧૦૧થી ૨૦૦ વચ્ચે સાધારણ અને ૨૦૧થી ૩૦૦ વચ્ચે ખરાબ કહેવાય છે. જો ૩૦૧ થી ૪૦૦ વચ્ચે હોય તો ખૂબ જ ખરાબ કહેવાય અને ૪૦૧થી ૫૦૦ વચ્ચે હોય તો તે અત્યંત ખરાબ કહેવાય છે.

Previous articleભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ IAS અધિકારીને સસ્પેન્ડ કર્યા
Next articleતૈલચિત્રને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અપાઈ