વિધાનસભાનું ટૂંકુ સત્ર મળશે બજેટ નહિ લેખાનુદાનઃનીતિન પટેલ

714

ગાંધીનગરના ઉદ્યોગભવન બહાર પાર્ક ગાડીમાં અચાનક આગ લાગી હતી. અગમ્ય કારણોસર ગાડીમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમજ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

ઉલ્લેખનિય છે કે અમદાવાદના મોટેરામા આવેલા વિઠ્ઠલ વાઇબ્રન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ પટેલ પોતાની મારુતિ કાર લઈને ગાંધીનગર આવવા આજે સવારે નીકળ્યા હતા. તે દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ તેમણે પોતાની કાર ઉદ્યોગ ભવનના પાછળના ભાગે પાર્ક કરી હતી. અને તે સમય દરમિયાન ૧૦થી ૧૫ મિનિટના ગાળામાં કાર ભડભડ સળગી ઉઠી હતી.

કારમાં આગ લાગી હોવાની વાતને લઈને ઉદ્યોગ ભવન અને આજુબાજુના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. તેમજ લોકોના ટોળા કાર જોવા માટે ઉમટી પડયા હતા. તે દરમિયાન ગાંધીનગર ફાયર બ્રિગેડને કોલ કરતા તેમની ટીમ ઘટના સ્થળે આવી ગઇ હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

ફાયરના અધિકારીએ જણાવ્યું કે જયા કાર પાર્ક કરવામાં આવી હતી. તેની નીચે કચરો સળગી રહ્યો હતો અને તેના કારણે જ આગ લાગી હોય તેવું જોવા મળી રહ્યુ છે.

Previous articleતૈલચિત્રને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ભાવસભર પુષ્પાંજલિ અપાઈ
Next articleરાજયની પ્રાથમિક શાળાઓમાં હવે  માસિકધર્મ અંગેનું માર્ગદર્શન અપાશે