રાજયની પ્રાથમિક શાળાઓમાં હવે  માસિકધર્મ અંગેનું માર્ગદર્શન અપાશે

787

સરકાર હવે પ્રાથમિક સ્કૂલોમાં માસિકધર્મ અંગેનુ માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓની કન્યાઓને માસિકધર્મ અંગેનુ માર્ગદર્શન આપવામાં આવશે.

સમાજમાં પ્રવર્તતી અંધશ્રધ્ધાને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. ધોરણ- ૭, ૮ની કન્યાઓને માસિકધર્મ અંગેનું શિક્ષણ આપવામાં આવશે. માસિક દરમ્યાન ઘરની બહાર ન જવું, પુસ્તકો અડકવા નહીં, પ્રાર્થના સંમેલનમાં ભાગ ન લેવો વગેરે જેવી ગેરમાન્યતાઓ વિદ્યાર્થીની ઓમાંથી દૂર કરી આ સમયગાળાનો ડર ભગાવી તેમની સાથે હુંફાળું વાતાવરણ આપી બાળાઓને નિયમિત રીતે શાળામાં આવતી કરવી.

માસિક ધર્મના દિવસો દરમ્યાન કેવા પોષકતત્વોવાળા ખોરાક લેવો તેની માહિતી આપવામાં આવશે. શારિરીક સ્વચ્છતાની કાળજી રાખવાના પણ સૂચનો કરવામાં આવશે. પૂર્તિ, સ્ત્રી મેગેઝીન વગેરેમાં આ વિષય પર આવતાં લેખો દ્વારા વિદ્યાર્થીનીઓમાં જાગૃતતા લાવવામાં આવે. મહત્વનું છે કે, શાળામાં વિદ્યાર્થીનીઓ આમ તો નિયમિત આવે છે. પરંતુ અમુક ચોક્કસ દિવસોએ ગેરહાજર રહે છે. તેઓ ઋતુચક્રના દિવસો દરમ્યાન તેઓ શાળામાં આવતી નથી તેમજ ઘરે પણ પુસ્તકો અડકતી નથી. આથી શિક્ષિકાઓ દ્વારા તેમને સમજાવવામાં આવશે કે ઋતુચક્રએ તરુણા અવસ્થા દરમ્યાન થતા શારીરિક વિકાસનો એક ભાગ છે. આ એક કુદરતી પ્રક્રિયા છે.

ઋતુચક્રનો સમયગાળો પૂર્ણ થતા માસિક આવે છે. તો તારીખ યાદ રાખવી ઘરેથી વ્યવસ્થા કરીને શાળામાં નિયમિત હાજરી આપવી. જો અચાનક શાળામાં માસિક આવે તો શાળાના શિક્ષિકા તેમને વ્યવસ્થા કરી આપશે. શિક્ષકો પણ નિયમિત રીતે હાજર રહે તે માટેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

Previous articleવિધાનસભાનું ટૂંકુ સત્ર મળશે બજેટ નહિ લેખાનુદાનઃનીતિન પટેલ
Next articleઉદ્યોગ ભવનમાં પાર્ક કરેલી કાર અચાનક ભડભડ સળગી